નોંધ

હરિ:ૐ 

ઓડિયો રેકોર્ડિંગ  ૧૯૮૨માં  અને વિડીયો રેકોર્ડિંગ ૨૦૦૩ની સાલમાં  શરૂ  થયું.  તે વખતે  ટેક્નોલૉજી  હજુ  પા  પા પગલી માંડતી હતી. લેપટોપ ભારતમાં ઉપલબ્ધ જ નહોતું એટલે વિદેશથી આયાત કરેલું. પ્રોફેશનલ નહિ પણ ઘરેલુ વિડીયો કેમેરા પણ વિદેશથી મંગાવેલો.  જે  તે સમયે અતિ આધુનિક ગણાતી ટેક્નોલૉજી પણ આજે તદ્દન પ્રાથમિક પુરવાર થાય છે.  આવા ટાંચા સાધનોથી કામ પાર પાડ્યું છે  એટલે હાલની ગુણવત્તા સામે  આ અતિ વામણું લાગે તે સ્વાભાવિક છે.  પરંતુ એ બાબતોને નજરઅંદાજ કરીને  મૂળ બાબત જાણવા મળી  રહે તે  હેતુથી  ઓડિયો-વિડીયો સત્સંગ  અત્રે  રજૂ  કર્યા    છે.   જો આપ મોબાઇલ  ફોન  કે ટેબલેટનો  ઉપયોગ  કરતાં  હો  તો  ઇયરફોન  કે  હેંડસ્ફ્રી વાપરવાની  ભલામણ  છે,  ટીવી  કે કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં હો તો એમ્પ્લીફાયરથી સારું પરિણામ લાવી શકાશે. પ્લેયરની પસંદગીનો અવકાશ હોય તો વિડીયો માટે VLC પ્લેયર સારું રહેશે. ઓછી ગુણવત્તાના ખેદ સાથે, ભવખેદ મટાડતીવાણી રજૂ કરવાનો નમ્ર પ્રયાસ છે. 

ઓડિયો  કેસેટ  ૦૧   થી ૨૫૦  માં  ક્યાંક ક્યાંક ત્રૂટિઓ જણાઇ છે,  તેમાં  જો સુધારો  શક્ય બનશે તો ભવિષ્યમાં તે સુધારી લેવાશે.ઓડિયો અને વિડીયોની યાદીમાં જે અનુક્રમ ક્રમાંક ખૂટે છે તે અપ્રાપ્ય છે. 

 

you tube ચેનલ ની લિંક માટે અહીં ક્લિક કરો.